આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

માતા પિતા મારાં લગ્ન કરતાં નથી, ને મને કોઈ મૂર્ખ ઢોરને ગળે બાંધશે ? અરે ! જળો એ કુળ ! જ્યાં સ્ત્રીઓના સન્માન નહીં તેને કુલીન કોણ કહે ?” જો તેની માતા ઘડીભર દુર જતી તો તે ઝટપટ સવીતાને જોવાને ઓટલે આવતી ને ઇચ્છતી કે પરમાત્મા મારો સબંધ એની સાથે કરે તોજ હું કૃત્કૃત્ય થઇશ. સવીતા પોતાના બનેવીને જોવાને નિત્ય આવતો હતો. જોકે પોતાના બનેવીની નેત્રપીડા કંઇક એાછી થઈ હતી, પણ સવીતા તેથી કંઈ આળસ કરીને નહીં આવતો એમ બનતું નહોતું; પણ તે તો વધારે વધારે આવતો હતો; ને સુંદરીને જોતાં તેના જેવી કન્યા સાથે લગ્ન થાય તો જન્મારો સફળ થયો એવું તેને ક્ષણભર લાગ્યું.

એક દિવસે સવીતાશંકર પોતાના બનેવીને મળવા માટે આવ્યો હતો, તે વેળાએ, તે જ્યાં સુધી પોતાના બનેવીના ઘરમાં હતો ત્યાંસુધી સુંદરી અનિમેષ લેાચનથી તેની તરફ જોયા કરતી હતી, ને તે જ્યારે પોતાની કોલેજમાં ગયો