આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬

સાથે, આંખમાંના અશ્રુ લુંછીને બોલી, “ રે! રે! મારા પિતા તો મારા સદાના શત્રુ છે, પણ મારી માતા પણ આજ તો મારી શત્રુ થઇ બેઠી છે. તે પણ કુલવાનને પસંદ કરે છે. તે મારો તો કશો પણ વિચાર કરતીજ નથી. રે કુળ, તારી વિશુદ્ધિજ ક્યાં છે? તારૂં તેજસ્વીપણું ક્યાં છે? ઓ ઈશ્વર! તું સહાય થા, હું તો તારે શરણે છું.

પદ-રાગ સોરઠ.* [૧]


કમળા ઉર ધરિ બાહુ પસારી,
કનકકુંડલ કાનનમે ધારી;
લલિત કલિત વનમાળા પહેરી,
જય દુ:ખહારિ દેવ હરી.

જયજય દિનમણી તેજ પ્રકાશક,
જયજયજયજય ભવભય નાશક;
મુનિમન માનસ જલજ વિહારી,
જય હરિ ગરૂડાસન મુરારી.

જય કાલિ વિષધર બળગંજન,
જય પ્રભુ મુજ જુવતી મનરંજન;
જદુકુળકમળ સુરદગ ખંજન,

જય જય હરિ કેશવ ભવભંજન.

  1. * જયદેવત ગીતગોવિંદની અષ્ઠપદીનું ભાષાંતર