આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

લખ્યો, તેને બીજે દહાડે વિગ્રહાનંદભટ્ટજી મહારાજ, પોતાના ગામની પડોસમાં આવેલા ગામમાં ગયા. ત્યાં તપાસ કરી તો વિઘ્નસંતોષીરામ નામના ભારદ્વાજ ગોત્રના એક કુલીન બ્રાહ્મણ તેઓને જમાઇ કરવાને યોગ્ય જણાયા. તેમની સાથે વિવાહનું નક્કી કરીને દિવાળી ઉતરતા ત્રીજે દિવસે વિગ્રહાનંદ, પોતાને સાસરે આવ્યા. વિઘ્નસંતોષીરામ પણ સાથેજ હતા. તેઓનું સ્વરૂ૫ જોવાજોગ હતું. ગોળમટોળ માટલા જેવું માથું હતું, ખાવાપીવાનું નહીં હોવાથી શરીર સોરાઈ સુકાઈ ગયું હતું. રંગે તેમના આગળ ભેંસની મેસ પણ પાછી હઠે. માથાના વાળ પાકી ગયા હતા, ને મોઢામાં દાંત તો માત્ર ગણત્રીનાજ રહ્યા હતા. પગના ટેટામાં અનેક પ્રકારના ગાંઠાગડફા બાઝેલા હતા. મોઢાપર સીલીના વાણનો પાર નહોતો. આખા શરીર પર રીંછની પેઠે વાળ ઉગેલા હતા. હબસીભાઈપેરે કાળા છતાં મોઢામાં પાનનો ડૂચો દોઢ શેર દાબતા તેથી હોઠ લાલ જણાતા હતા. નાકના નસકોરામાં તપખીર ગડબવાથી