આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

આજ વરસો થયા તેમની પ્રતિષ્ઠા ન્યાત જ્યાતમાં ઘણી ગણાતી આવી છે. ન્યાતમાં તેમના વગર પાટલો ફરે નહીં તેમ ગાયકવાડ સરકારમાં જ્યારે શાસ્ત્રી પંડિતોની સભા ભરાતી ત્યારે તેઓને નિમંત્રણ આવતું હતું. જોકે એ પોતે તો બ્રહ્મ અક્ષર પણ જાણતા નહીં, ને માહદેવની રૂદ્રિ કરતા તો ભટ્ટજી મહારાજ જાણતા કે તેઓ જજમાનનું કેટલું ક૯યાણ કરી નાંખે છે, ને યજમાન જાણતા કે આપણા વિઘ્નસંકટ ગયા, બાકી પાના ઉઠલાવી જાય તેજ, એક શ્લોક પણ પૂરો પાધરો વાંચતા આવડતો હોય તો - બીજા કોના સમ ખાઇયે - એમના પોતાના બાપનાજ સમ !

જ્યારે ગોકુળરાયજીયે પોતાના બનેવીને બીજો કાગળ લખ્યો તે પછી વિગ્રહાનંદે આસપાસના માણસોથી ખબર કઢાવી તો, કેટલેક દિવસે, જાણે મસાળ લઇને ઢૂંડી કાઢ્યા હોય તેમ ખરે બપોરે આ વરરાજા ક્યાં પડેલા હતા તે જણાયા. તેમને વિવાહને માટે સમજાવતા સમજાવતા ઘણી મહેનત પડી હતી, ને તેમ કરતા વિગ્રહાનંદને