આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬

મળનાર નથી, તમે ચિરંજીવ રહો. તમારા જેવા સુબુધ્ધિ, સજજન, કુલીન, વિદ્વાન મનુષ્ય આજ કાળ મલવા કઠીણ છે. તમોએ જે જે કંઇ કહ્યું, તે મારે કબૂલ છે, મંજુર છે, મારી પુત્રીના ભરણપોષણનો હું બંદોબસ્ત કરીશ, તે બાબતમાં જોઇતો હોય તો સ્ટામ્પનો કાગળ લાવી દસ્તાવેજ કરી આપું. તે મારી પુત્રી જન્મથીજ પોતાને મોસાલ રહે છે, ને તેના મામા તેનું પોષણ કરે છે. લગ્ન થયા પછી પણ તે પોતાના મામાને ત્યાં રહેશે, તેની તમો કશી ચિંતા કરો નહીં. અને પેહેરામણી મારી શક્તિ મુજબ આપીશ, તેમાં તમે બોલશો નહીં.”

વિઘ્નસંતોષીરામે કહ્યું, “પેહેરામણીનું પેહેલે નક્કી થવું જેઈએ. જેટલી કન્યાની ઉમર વધારે હશે તે પ્રમાણે પેહેરામણીનું પણ વધારે આ૫વું ૫ડશે. એ વાતથી તમે કંઇ અણજાણ હશો નહીં. તમો પણ કુલીન છો, પૈસા કેમ લીધા છે તે જાણો છો. તમારી કન્યાની ઉમર કેટલી છે વારૂં ?”