આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પર

અને પછી આવી રીતે આજે મને મરણ શરણ કરતા પણ વધારે ભુંડો જે સંસાર તેમાં નાંખવા તૈયાર થયો છે શું ? રે પ્રભુ, સહાય કર, ને તારે આધારે આવેલી બાળકીને તાર.”

મોતીગવરી બોલી, “બેશક તે તારશે, બેશક તે તને બચાવશે. ”

બેશક ઈશ્વરેજ તેવો બચાવ કીધો, અને ઈશ્વર જ તેને સહાય થયો.

સુંદરીનો કરુણસ્વર સાંભળીને મેાતી પણ રડવા લાગી. તેના દુ:ખનો વિચાર આવતાંજ તેનું મન પણ છિન્નભિન્ન થઈ ગયું. તે રડતાં રડતાં બોલી, “બેહેની, તું રડે છે શું કામ ? ચાલ આપણે કંઇ કરીયે, ને આ મોતમાંથી તને ઉગારીએ. ”

એટલામાં ગુણવંતગૌરી નિરાશ પગલે જ્યાં આ બે જણી બેઠી હતી ત્યાં આવી પહોંચી.

વિગ્રહાનંદ જે જમાઈને પસંદ કરીને, કાગડાની કોટે રતન બાંધવાને તૈયાર થયા હતા, તે જમાઈરાજને જોતાંજ ગુણવંતગવરી અત્યંત