આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

તેં મને જન્મતાજ દુધ પીતી કીધી હોત તો પછી તારે ને મારે કંઇ સંતાપ નહોતો. પણ તેં મને ઉછેરી પાછેરી મોટી કરી, ભણાવી ગણાવીને સમજણી કીધી, સારા નરસાની મને સમજણ આપી, ન્યાતમાં વર નહીં મળવાથી તેં મને આટલી બધી મોટી ઉંમરની કીધી, મારે દુ:ખે દુ:ખી પણ થઇ, તે હવે શું મારે દુ:ખે તું સુખી પણ થવા ધારે છે કે ? તું વિચાર કર, કે મને તું કોની સાથે પરણાવવા ધારે છે ? મારા પિતા તો તારા સદાના શત્રુ છે, તે મારા કેમ સ્નેહી હોય ? તું મને એક ઘોર અંધારા કૂવામાં ફેકી દે તે વધારે સુખદાયી છે, પણ તું મને આ ભેસપતિ જેવા સાથે નહીં પરણાવશે ! !

ગુણવંતગવરી – પણ આપણા ન્યાતિ ચાલ પ્રમાણે તારા પિતાના સમાન કુળવાળા સાથે તારા લગ્ન કરવા જોઇયે, જો તેમ નહીં કરીએ તો તારા પિતાના કૂળને હંમેશનું લાંછન લાગે, તો કહે હું શું કરૂં ? કોઈ બીજો કુલીન જમાઇ નહીં