આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩

આંખ બીજાને આપી શકાતી હોત તો, ઇશ્વર મારા હૃદયનો સાક્ષિ છે કે, હું મારી આંખો તમને મારા પૂર્ણ પ્રેમ સાથે આપતે. પણ તેમ થઇ શકતું નથી, તો પછી હું શું કરૂં ? પણ હું હવે, જેમ તમે મને અજ્ઞાનને કૃપાથી સમજાવતા હતા, તેમજ, જેમ જોઇશ તેમ તમોને સમજાવીશ, તે વિના બીજું હું શું કરી શકું ?”

મંદિરાનંદ બેલ્યા, “મને એક વાતનો ડર છે, મધુરિમા, કે મને અંધો જોઇને, તું મને કદી પણ ચાહવાની નથી, જેમ મને તું પ્રથમ ચાહતી હતી તેમ હવે ચાહશે એમાં મને શંકા થાય છે. કંઇ જે હું તને કહીશ તો તું મને અંધો, સુરદાસ કહીને ધમકાવશે, ધિક્કારશે ! તે હું કેમ ખમી શકીશ ? ”

મધુરિમા બે હાથે પોતાના પતિના ચરણ ચાંપતી બોલી, “હે સ્વામિનાથ, આપ એવી વાત નહીં બોલો, એ વાત સાંભળતાં મારા હૃદયમાં કંપારો છુટે છે. પૂર્વે હું કદી કદી આપની તરફ ગુસ્સો કરતી, કે અભિમાનનો શબ્દ કહેતી