આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬

તૈયાર થયેા હતો, તે કંઈ કન્યાને માટે તૈયાર નહોતો. તેણે કન્યાનું મુખ પણ જોયું નહોતું કે તે કાળી છે કે ગોરી, કુબડી છે કે લંગડી, સુરૂપા છે કે કુરૂપા. આ બારમીવાર લગ્ન કરવાનું તેને કંઇપણ કારણ નહોતું. યમરાજાના દ્વારપાળો નિત્ય આવીને તેના બારણા ઠોકતા હતા કે “ચાલો ભટ્ટજી મહારાજ.” તે લપુજપુ થઈ રહ્યો હતો. તે રૂપીયાનેજ માટે આ લગ્ન કરવા તૈયાર થયેા હતો, કન્યાને માટે નહીં, પણ વડોદરે આવ્યા પછી જ્યારે સુંદરીનું સુંદર સરોજસમાન સકુમળ શશીવદન નિહાળ્યું ત્યારે તેની મનોવૃતિ બદલાઇ ગઈ. તેના મનમાં અર્થ સ્પૃહા સાથે કન્યા સ્પૃહા પણ ઉત્પન્ન થઇ, ને તેથી સુંદરીને પરણવા માટે કંઈ પલ્લું પણ આપવું પડે તો તે આપવાને તત્પર થયો, ને કોઈપણ પ્રકારે કન્યા ને દ્રવ્ય બંને મળે તો પરમ્ લાભ થાય તેમ તે ધારતો હતો. પણ આ લગ્ન સમારંભમાં સાસુ સસરાની સાથે વાતચિત થતાંજ તેને એમ જણાયું કે ગુણવંતગવરીએ પ્રતિજ્ઞા કીધી છે કે તે કદીપણ આવા અધમપાત્રને કન્યાદાન દેશે નહીં.