આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭


વિગ્રહાનંદને, ગુણવંતગવરી સાથે વાતચીત થતાં, ગુણવંતગવરીએ સાફ જણાવ્યું કે આવા અપાત્રને તે કદીપણ પોતાની દિકરી પરણાવવાની નથી. વિગ્રહાનંદે કહ્યું, “તું બીજા કોઇને મારી કન્યા પરણાવશે તો તેથી મારા કુળને કલંક લાગશે, ને મારી સાત પેઢીનું કાળું થશે.”

ગુણવંતગવરીએ કહ્યું, “આવા અપાત્રને કન્યા આપવાથી વધારે કાળું થશે. હું તમારે પાલવે પડીને જેટલું સુખ પામી છું તે કરતાં મારી દિકરી વધારે સુખ પામે તેમ નથી. તે શું હું હાથે કરીને મારી કુળકૂવાને ખાડામાં નાખું ? કોઈ યોગ્ય કુલીન બીજો વર શોધો. હું કદીપણ આ સાઠ વરશના ડોસાને મારી કન્યા નહીં પરણાવું.”

વિગ્રહાનંદે પોતાની સ્ત્રીને ઘણી સમજાવી, સામ દામ ભેદ ને ડંડ ચારે પ્રકારે યુક્તિ કીધી, પણ ગુણવંતગવરીએ તેની વાત યત્કિંચિત પણ સાંભળી નહીં.

આ વાતની ખબર વિઘ્નસંતોષીરામને પડી