આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨

આપવી પડશે નહીં, ને વળી આવું ઉત્તમ કુળ પણ કદી મળશે નહીં. કુળ ઉત્તમ છે, ને વરરાજા કંઈ છેકજ નઠારો નથી; તો શા માટે તું હઠ લેછે ? પુત્રી મારી છે, કંઇ તારી નથી, માટે તુ સમજશે નહીં તો હું સરકાર દરબાર જઇને પણ સુંદરીને મારા હાથમાં લઇશ.”

ગુણવંતગવરી બોલી, “શું બેાલ્યા? આજે તમે દિકરીના બાપ થવા આવ્યા છો કે? જાઓ, ચૂપ રહો ! આટલા વરસ ક્યાં ગયા હતા ? જો તમને આ બસો રૂપીઆ જ ઘણું લાગતા હોય તો લો હું તમને બસો બદલ ત્રણસો આપુ છું, અને તમે હવે ઘેર સિધારો, અને ત્યારે મને અષ્ટામાસિદ્ધિ ને નવે નિધિ મળી ચુકી એમ હું સમજીશ.”

વિગ્રહાનંદ, ગુણવંતગૌરીની ગર્જના સાંભળીને દબી ગયો. તે પુરૂષાર્થ હિન હતો, ને સ્ત્રી પરણીને જે પૈસા આવે તેપરજ પોતાનો ગુજારો કરતો હતો, એટલે તેનાથી વધુ શું બોલાય ? તે ધીમા સ્વરથી બોલ્યો, “પણ કુળ રક્ષાનો શો ઉપાય ?”