આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪


વિ - નથી હું મરતી કે નથી તમે--" આટલું તો તેનાથી બરાબર બોલાયું નહીં, ને તે ત્યાંથી ઉઠીને રડતી રડતી ચાલવા લાગી.

વિગ્રહાનંદ તેનો છેડો પકડીને બોલ્યા, “એક વાત તો સાંભળ.”

ગુણવંતગૌરી બોલી, “હું નથી સાંભળતી, જઈને સંભળાવો જે હોય તેને, હું નહીં સાંભળું.” આમ બોલતાં તે જોરથી પોતાનો છેડો છોડાવીને ચાલી ગઇ.

બળેલી જળેલી સ્ત્રી યોગ્યાયોગ્યનો કશો વિચાર કરતી નથી તેનું પ્રત્યક્ષ પ્રમાણ ગુણવંતગૌરી છે. તે ઘણી સમજુક છતાં, તેના પિતાએ જે દુઃખના સાગરમાં વગર વિચારે હડસેલી પાડી છે, ને જે દુ:ખ તેનાથી સહન થતું નથી તેના આ પ્રથમજ ઉદ્દગાર હતા.