આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬

તેને તરછોડી નાખ્યો તે વખતે તેના મનમાં તો એમજ આવ્યું કે જો આ વખતે તેનું ઘર હોત તો સ્ત્રીનો છુંદાપાક કરી નાંખતે પણ લાચાર ! જો તેના ઘરમાં તે હોત તો લાકડીના સપાટાથી તેની કમર બેવડ કરી નાંખવાને તે ચુકતે નહીં. પણ તેના પિહેરમાં આવો વિચાર આવે તેનું ફળ શું ? તે તુરત તો પડશાળમાં વિઘ્નસંતોષીરામ પાસે આવીને બેઠો.

વિઘ્નસંતોષીરામે તેઓને ઉદાસી જોઈને પુછ્યું, “શી ખબર છે ? તે તો વળી એવાજ વિચારમાં અત્યાર સુધી પડ્યો હતો કે પેહેરામણીમાં પૈસા લેવાની ના કહી તે ઠીક થયું નહીં. તેની ખીચડી તો વળી જુદીજ ખડબડતી, ને અહીંયાં તો જુદેજ તપેલે દાળ ચઢતી હતી ! તેમના ઘરમાં ભૂત ભુસ્કા મારે ને હનુમાનજી હડીઓ કાઢે તેમ ચુલો ચુલા સાથે તડાકા કરતો હતો પણ શેખી ભારે હતી. તેણે પ્રથમ તો ધાર્યું હતું કે જે પેહેરામણીના બસો આવશે તો વરસ દહાડો નચિંંત થયા; પછીની વાત પછી. આવા વિચારથી પહેરામણીમાં દ્રવ્ય તદન