આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬

પાટો બાંધીને રહેતી હતી, તે કેમ તેમ ન કીધું ? સ્ત્રી તે સ્ત્રીજ–પુરૂષ ભૂલ કરે છે તો સ્ત્રી કેમ નહીં કરે ?

મધુરિમા પૂર્ણ ખુલાસો કર્યા વગર સ્વામિની પાસેથી ચાલી ગઈ; અને જે તરૂણ આવ્યો હતો તે પણ તેની પાછળ પાછળ ગયો. બંને બીજા ઓરડામાં ગયાં, તે વખતે તે જુવાનના જોડાનો શબ્દ થયો. તે જોડાનો શબ્દ મંદિરાનંદના કર્ણમાં આવ્યો. મદિરાનંદનો સંદેહ દ્રઢ થયો ને તેને માન્યું કે કોઈ પુરૂષ સાથે તે ગુપ્ત વાતચિત કરે છે. તેથી પુનઃ પુછ્યું, “મધુરિમા, એ કોનો શબ્દ આવે છે?” મધુરિમા વળી જૂઠું બોલી, “શબ્દ શો ?” પુન: મંદિરાનંદ ચૂપ થઇ ગયા. મધુરિમા તે તરૂણ પુરૂષ પાસે ગઇ, ને ધીમે ધીમે વાતચિત કરવા લાગી. મંદિરાનંદના મનમાં એવો ખ્યાલ આવ્યો કે ચાકર પેહેલા બાહર ગયો ને પછી છુપી રીતે પાછો આવ્યો છે, ને હવે તે છાનોમાનો ચાલી જઇને પાછો ખુલ્લી રીતે ઘરમાં આવશે.