આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અ'ક ત્રીજો પ્રવેશ પહેલા સ્થળ : કુંજવિહારીનું મકાન. સમય : રાત. પાત્રા : વકીલ, કવિ, ડૉકટર, ચાર કીલ : ડૉક્ટર ! હવે ગભરાઈશ નહિ. કુંજ પણ નથી, અને વિલાસ પણ નથી. હાજરીના ભય પણ ટળી ગયેા. હવે આપણે ત્રણે જણ મનમાનતી. મઝા કરી શકીશું ડોક્ટર : મઝા કરવાને તેા ઈશ્વરે જન્મ આપ્યા છે ! કવિ : ડોકટર થઈને ઈશ્વરમાં માના છે ? કોઈ આદમીને ચીરતાં માંહેથી ઈશ્વર જડી આવ્યા ’તા ? ડોકટર : તા શુ… તમે ઈશ્વરને નથી માનતા ? કિવ : નિહ જેવુ જ. સગવડ પ્રમાણે માનીએ. આ વકીલ- સાહેબ માને છે એવુ વકીલ : શું હું ઈશ્વરને નથી માનતા ? કવિ

આપ સમજ્યા નહિ; ઈશ્વર એ એક એવું પ્રાણી છે કે જેના

યોગ્ય વખતે જ ઉપયોગ થાય. દરેક વખતે ઈશ્વરે વચમાં ડખલ નહિ કરવી જોઈએ. કહેવાની મતલબ એ કે ઈશ્વર એ એક ઉપયાગી ચીજ છે; વખત બેવખત કામ લાગે |