આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજે પ્રવેશ સ્થળ : નદીને કિનારે આવેલું જંગલ સમય : સયા, પાત્ર : વિહારી અને ચાર. [ કુ જ નદીમાંથી બહાર નીકળે છે. ] કુંજ : વિલાસ । એ વિલાસ ! મારાં વસ્ત્રમાંથી નીર ટપકવા કરે છે! એમ જ મારા અણુઅણુમાંથી તારા નામના પુકારા ઊઠવા કરે છે! તું બહુ દિવસ સંતાઈ ! આ નીરભરી સરિતા મને હસે છે! તે ખડખડાટ હસે છે ! કેમ ન હસે ? વિલાસને તારા હૈયામાં સંતાડી રાખી છે, નહિ ? ત્યાંથી પણ વિલાસ તારા દેહને હસાવી રહી છે. એ જ. એના વિના આવાં હાસ્યનાં માન તરવરી રહે જ નહિ. વિલાસ મારા હૈયામાં સમાતી ત્યારે પણ તારા કરતાં વધારે હસી શકતા હતા. આજે એ હૃદય ખંડેર થઈ ગયું છે! મને મારી વિલાસ પાછી નહિ આપે ? ટુંંક દિવસેાથી હું તારી પરિક્રમા કર" છું ! તારા જલમાં હું ડૂબેલા જ રહું છું! મને તેનું ફળ નહિ આપે ? તું દૈવી મનાય છે. આ જીવન એક જ આશા ઉપર ઊભું છે ! તું ના કહે; હુ' એકદમ આ વિલાસ વિરહી દેહને અહી ને અહી. પટકી ચાલ્યા જઈશ ... હસે છે? આંખના પલકારા મારે