આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮:શંકિત હ્રદય
 

૮૮ : શક્તિ હૃદય યુવતી : ન હાય વટેમાર્ગુ | ચિદ્ધન : આ આશ્રમવાસી | યુવની : તે નામ ખબર નથી ? ચિદ્ઘન : નામ તો હું જલદી ભૂલી જાઉં છું. જે નામ હૃદયમાં કારાયાં છે તે ભૂલવા મથું છું, અને નવાં નામ સંભારવાં મને ગમતાં નથી. યુવતી : તે નામ સાંભરે તે જ બૂમ પાડીએ. અમસ્તું એને અલિ ને અરે, એવુ કહીએ નહિ! મારે તે વ્યાખ્યાન કરવા જવું છે. [ાય છે.] ચિધન : અરે બાઈ! સાંભળ તા ખરી ? પારકી જીભે નામેાચ્ચાર કરાવવા માગે છે, પણ તારું નામ સાંભરી રહે એવું એકાદ કામ તો કર ? એ પણ જતી રહી ! આશ્રમમાં ડીક શિક્ષણ અપાતું લાગે છે. આ વિદુષી બાઈ વ્યાખ્યાન આપવા જાય છે. શા ઉપર વ્યાખ્યાન આપવા જાય છે ? કદાચ પરાપકાર, બંધુભાવ, જનદયા, વગેરે વિષયા તેણે પસંદ કર્યા હશે ! હું ! ૧. ભૈરવી. ૧ જગમાં ભાવ જરા ન જડે! મુખ પર મધુરી માહન વાણી, અંતર ના ઊઘડે ! --જગમાં ભાવ જરા ન જડે! નેહ નયનમાં દેખું વહેતા ! હૈયાં ખાલી પડે! –હા જગમાં ભાવ જરા ન જડે ! કાણુ તણી આશામાં ભૂલી ? મૂરખ તું આથડે ? -જગમાં ભાવ જરા ન જડે!