આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૩]

[૧૩] રૂઢિવશ અને એકરૂપી હાવાથી, આજે આપણા નાટ્યપ્રયોગો માટે ચલણી ઉપયાગમાં તે લેવાવાં અમેગ્ય છે. સસારમાં, રાજ્યમાં રસપ્રદેશમાં પ્રણાલિકાએ અખંડ રહે અને ન બદલાય એ અશક્ય છે. તેમ આ નાટક અન્ય દેશોનાં મન્તવ્યોમાંથી પ્રેરણા પામીને જન્મ્ય હેાય એમ લાગે છે. જરિત પ્રાચીન પ્રણાલિકાઓ છે એમાં સસારને ભય નથી; એથી યે અનુપમ નવપ્રણાલિકાઓ મ ડાય એમાં પ્રતિભા અને પ્રેરણાનુ સાધ્ય છે. તાપણ છેવટમાં એક ભરતવાષ જેવું, આખા નાટકને સમેટી લેતું એક ગીત જૂની પ્રણાલિકાને માન આપી મુકાયું હોત તા તે અસ્થાને ન લાગન, તાપણુ ‘ શક્તિ હૃદય ’ એક દરે આનંદ પ વસાયી છે. નાટકનું વસ્તુ : ‘ના’ ન્યાતનૃત્ત યાત્' એ ભરતનાટય શાસ્ત્રના નિયમને અનુસરવાનુ' આ નાટકમાં બન્યું નથી. ભવભૂતિના ‘ માલતી માધવ’ની જેમ તેનુ વસ્તુ ઉપાદ્ય છે, ક્રવિકલ્પિત છે. લમ, પ્રેમ, વિલાસ, દ્રોહ, સેવા, યા વગેરે ભાવનાઓનાં પૂતળાં જેવાં ચિહ્નન અને ચંદ્રિકા તથા કુંજવિહારી અને વિલાસિનીના મુખ્ય આધિકારિક વસ્તુ સાથે, સમાજસેવાને અર્થે નાટકા રચનાર તરંગી વિ, વ્યવહારુ વકીલ તથા યાહીન ડૉકટરના પ્રસગા પ્રાસ’ગિક છે. એ પ્રાસ`ગિક વસ્તુમાં સેવા-આશ્રમ ચલાવતા ગુરુ, નાટકો ભજવવાના અભિનય કરતા શિખાઉ નટ તથા હંમેશાં વાદાર રહેતા કામદારવગ, અને બેકાર થવાથી ચાર બન્યાનુ’ એમનુ દશ્ય, એ બધુ' નાટકમાં પતાકા અને પ્રકરીને સ્થાને છે. બધા પ્રવેશ પરસ્પર એવા સંકળાયલા અને અન્યાન્યાશ્રયી છે કે એમાંથી એક પ્રવેશ, નાટકને અનુપકારી ગણી, મૂકી દઈએ તા મુખ્ય આધિકારિક વસ્તુને હાનિ પહોંચ્યા વગર ન રહે. નાટકનું નામ : સામાન્ય રીતે નાટકનું નામકરણ તેમાંના મુખ્ય નાયક અથવા તા નિયંકા ઉપરથી કરવામાં આવે છે; પરંતુ