આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છઠો પ્રવેશ સ્થળ : ગુરુના આશ્રમનુ’ એક ઉપવન. સમય : સધ્યા. પાત્ર : ચિદ્ધન, ચંદ્રિકા, ગુરુ.

ચિધન : શશિકલા । જો હું પાછો ભૂલા પડયો ! જયારે મારી આંખ હતી ત્યારે મારા પગમાં પૃથ્વીને પાતાલમાં ચાંપવાની શક્તિ હતી. તું નાહક દુઃખી થાય છે. મને આમ લઈને શા માટે ફરવા નીકળે છે? ચદ્રિકા : મારે ખભેથી હાથ શું કામ ખસેડી લીધા? હવે થાપુ થાડું અજવાળું તે દેખાવા લાગ્યું છે ! ગુરુજી કહેતા હતા હવે અઠવાડિયામાં માણસને એળખતા થઈ જશે. પછી ભલે છૂટા કરજો. હમણાં તે। મને અડકથા સિવાય ધરા જ નહિ; કદાચ તે દિવસ જેવુ વાગી બેસે ! ચિદ્ધન : શશિકલા ! મને વાગે એમાં તું કેમ દુઃખી થાય છે ? તે દિવસે હું પડી ગયા ત્યારે તું ડૂસકે ભરાઈ ગઈ ! મને તા વાગવા દેવું જ જોઈએ. મને ધા પડે છે ત્યારે શાંતિ વળે છે; મારા શરીરમાંથી લેાહી વહે છે ત્યારે મને મારું પાપ ઢળી જતું હેાય એમ લાગે છે. તું મારા સુખમાં કેમ વચ્ચે આવે છે? ચંદ્રિકા : મને તાત્યું સમજાતું યે નથી કે તમે શું આમ રાત- દિવસ કર્યા કરે છે ! પાપ અને દુ:ખ, ધા અને જખમ, એ બધુ શું તમે સભારી છે ? જરા હસા, કાંઈ ગા, ગમે | તમારી વાતા કહા ! તમને ગમે અને મને પણ