આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬:શંકિત હ્રદય
 

૧૧૬ : શંક્તિ હૃદય ચિધન : હું હસુ ? હું મારી વાત કહું ? એ ઘેલી છે.કરી ! મારું હાસ્ય શાષાઈ ગયું છે! મારું ગાન ખેસરું બની ગયુ છે. અને મારી વાત હું તને કહું ? શશિકલા ! તેં અમાસની અંધારી રાત એકલાં ઊભાં રહીને નિહાળી છે ? ચ'દ્રિકા : ઘણી વખત નિહાળી છે. મને પૂર્ણિમા કરતાં અમાસ જ વધારે ગમે છે. તારાઓનાં ટાળેટાળાં ઊભરાઈ આવે છે ! હીરે મઢેલી ઓઢણી જેવું ઝબક ઝભક થતું આકાશ એ મારી પ્રિય વસ્તુ છે | આકાશની અદ્ભુત નિર્માળતા, અને તારા- એની આપેલી ઊજળાશ બગાડી નાચતા ચદ્ર મને જરા યે ગમતા નથી. ફ્રિક્કો, માંદા ! મને તા એનું રડવું હસવુ જરા યે ગમતું નથી. કાળાશ બહુ સારી ! ચિન : તને અંધકાર ગમતા હાયતા તે મારામાં છે! માત્ર મારા આકાશમાં ચળકતા તારા નથી. ખાલી ખાલી ઊંડાણુ અને અંધકાર સિવાય કાંઈ જ નથી. ચંદ્રિકા : તા એકાદ તારાને આકાશમાં ઊગવા દે.

ચિદ્ધન : છેકરી ! તારી જન્મતિથિ કયારે છે ? ચંદ્રિકા : એમ ક્રમ પૂછે છે ? ચિધન : મારે કામ છે; મને નહિ કહે ? ચંદ્રિકા : શા માટે નહિ ? એમાં શું? ” તે। અષાઢની અમાસે જન્મી છું. મારી ઓગણીસમી જન્મતિથિ હજી હુવે આવશે! ચિધન : છોકરી! તું પરણી નથી ? ચદ્રિકા : ના મારે પરણવુ' જ નથી. ચિદ્ધન : કેમ ? ચંદ્રિકા : પુરુષો મને ગમતા જ નથી. હું શું કામ પરણ’? ચિધન ત્યારે તું મારી આટલી સારવાર કેમ કરે છે? ચંદ્રિકા : સેવા કરવી એ તા અમારા ધર્મ છે. ચિદ્ધન : પણુ અણુગમતા પુરુષોની ? ચંદ્રિકા : પુરુષો અણુગમતા હાય, પણ તેથી કાંઈ તેમની સેવા