આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૫]

[૧૫] વાણીમાં ચીતરાયુ છે. શૃ'ગારના ઉદ્દીપન અને આલંબન તરીકે ખીજા રસ પણ થાયાગ્ય અને યથેચ્છ રીતે યાજાયા છે. શૃંગાર રસરાજ ગણાતા આવ્યા છે; તેથી તેમાં નૈતિક શુદ્ધિ અને અધ્યાત્મભાવનાની અમુક મર્યાદા સ્વીકાર્યા પછી તે શૃંગારના અતિરેક સામે રૂઢિનાં બંધનાના અંકુશ હવે બહુ રહી શકે તેમ લાગતું નથી. પ્રસ્તુત નાટકમાંના અ, ૧; ૫. ૫ માં પડતા નિયકાના અનુનય કરતા શૃંગારલલિત નાયક, અને તેમના રવિહાર ભલાભલા નૈષ્ઠિક વ્રતધારીને ચળાવી દે તેવા છે; આખા યે પ્રવેશમાં રસિક શૃંગારના સંભારથી ભાત્રનુ ઉદ્દીપન થાય છે; તે ઉદ્દીપનના ઘેરા રંગની પીંછીથી આખું વાતાવરણ રંગાયલું લાગે છે; છતાં કુંજ -વિલાસની રસસમાધિ શૃંગારની સીમા ઓળંગે છે એમ તે નહિં જ કહી શકાય. એ રસના રંગની ખિલાવટ માટે, તથા હૃદય ભારે થઈ ગયુ હોય તેવા અતિગભીર પ્રસગામાં હાસ્યરસની છાંટ નાટકભરને દીપાવે છે. એ હાસ્યરસ અનિશ્રામ્યતા કે અશ્લીલતાથી બહુ જ નિરાળા છે. આધુનિક રંગભૂમિ ઉપર પ્રગટ થતી રસિકતા, અમર્યાદ શંગાર, હાસ્ય કરતાં હાસ્યાભાસવાળાં પ્રહસના, મૂળ વસ્તુ સાથે કઈ પણ સંબંધ ન ધરાવતું ફારસ – વખતે કોઈ સતીનુ' નાટક હેાય તે। તેમાં વૃદ્ધ વરની ભરયૌવન પરણેતરનુ' સ'સારચિત્ર અથવા તો એવુ જ કાઈ રસભંગ કરનારું પ્રહસન આમાં નથી. j, ઊલટુ, સ’સ્કૃતનાં શિષ્ટ નાટકામાં વિદૂષક જે ગરજ સારે છે અને પ્રસંગે પ્રસંગે મુખ્ય નાયક-નાયિકાને રસગાંભીય તથા વિચારના વમળમાંથી ઊછળતા હાસ્યરસથી બહાર ખેંચી કાઢે છે, તેવુ' અર્થ ગંભીર તથા અધપરિહાસવૃતિવાળુ પાત્ર ‘ કવિ'નુ' છે. એના હાસ્યરસ મર્માળા અને સંસ્કૃારિતાર્યાં છે. એમાં અમર્યાદ હાસ્યનું