આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાતમા પ્રવેશ સ્થળ : વિલાસ જેમાં સંતાઈ છે તે ગુફા નજીકનુ જ ગલ. સમય : બપેાર. પાનો : ચાર, કુંજ, કવિ, ગુરુ, ચિદ્ધન, ચંદ્રિકા, વિલાસ. ચાર : સાહેબ ! હવે તે આપ ઝૂંપડીમાં ચાલેા. કુજ : મારાથી ખસાતું નથી. હું અહીંથી જ ચાંટી રહ્યો છું. આ ગુફા નજર બહાર જાય છે તે હું એકદમ ઘેલા થઈ જાઉં છું. હુ અહીં જ કર્યા કરીશ. ચાર : કા તે। હું અહીં ઝૂંપડી બાંધી આપું! રાત ને દિવસ ખુલ્લામાં શી રીતે રહેવાય ? અમારા જેવા ખડતલ લેાકાને પણ માથે છાપરુ' તૈ। જોઈએ ! પછી આપ તેા અમીર । કાઈ દહાડા દુ:ખ વેઠયું નથી। ગરીબનું માના તેા સારું. કુંજ : હું અમીર અને તું ગરીબ ! ધનવાન માતપિતાને ત્યાં હું જન્મ્યા માટે હું અમીર! તારી માતા ભૂખી રહીને પણ તને ઉછેરતી માટે તું ગરીબ ! ખરું? નહિ! હું તારાથી યે વધારે ગરીબ જોઈએ તે ન મળે એ ગરીબ. મને કાં મળે છે. એ વિલાસ ? હું વિલાસની સુરતના ભૂખ્યા છું! એના વગરની ઝૂંપડી હું બંધાવીને પણ શું કરું? ચાર : ત્યારે, બાપજી! કાંઈક ખાતા ખરા ? આ હું થોડાંક ફળ લાવ્યા છું. [ફળ ધરે છે. ] કુંજ : એ હા હા ! બહુ દિવસથી હું જમવું ભૂલી ગયા છું! એ