આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૧]

[ ૨૧ ] ઉપરથી જગત સુનું લાગે છે. ‘મનુના વ’શ નિમકહરામ છે’ એવા ઉદ્ ગાર પણ આવી સ્થિતિમાં જ એ કાઢે છે, વહેમાયલા કુંજ વિલાસને નદીમાં ધક્કો મારે છે; પછી તેનું આk ( અ.૩; ૫. ૨) પોતાના ‘ શકિત હૃદય ’ને બહુ ।। દે છે; અને ( અં. ૩; ૫. ૪) દેશી ઊડી જવાથી વિલ થયેલા પુરુરવા, અથવા આકાશમાં જતી રહેલી શકુન્તલા પાછળ આભો બનેલા દુષ્યંત, અથવા આશ્રમમાં સીતાને ન વ્હેતાં અોકવનમાં પાકારતા રામ જેવી કુંજની વિલતા બહુ સા- ટતાથી લખાઈ છે. જ્યારે વિલાસ કહે છે કે મારા વાસનાદેહ સ્પર કરતાં પીગળી જશે' ત્યારે કુંજતુ વિવશ હૃદય પણુ જાણે પીગળીને વહેવા માંડે છે. - શાષિત માદ્રીને અડકવા જતાં પાંડુના જેવી આ પ્રસંગેની કરુણ સામ્યતા છે. આ આખા યે પ્રવેશ લેખકની કલાના સફળ નમૂના છે. " વિલાસનું પાત્ર ખાસ ઊ'ડી અસર કરતુ નથી; એ સામાન્ય પાત્ર છે; છતાં કુંજ માટે તેના તલસતા પ્રેમ, કુંજની વિલતા માટે અપૂર્વ લાગણી, વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. કવિ, કવિપત્ની, આશ્રમગુરુ, ડોકટર, વકીલ, મિલમજૂરા, નટ વગેરેની નોંધ આ લાંબા થઈ જતા આમુખમાં મૂકી દેવી પડે છે. આધુનિક સમાજસેવાને અર્થે રંગભૂમિની સુધારણાના પ્રશ્નો છેડતાં લેખકે કેટલાક શિખાઉ નટના પ્રસંગ યાજ્યે છે ( અંક ૩; પ્ર. ૫ ). આવે। જ એક પ્રસંગ શેસ્પિયરે પોતાની સમકાલીન રગભૂમિ પ્રત્યે કટાક્ષ કરવા હૅમલેટના અં. ર; પ્ર. ૨ માં ચેાયા છે એટલું જણાવ્યા વગર ચાલતું નથી. આ નાટકમાંની ભાષા માટે તા બિલકુલ લખી શકાયું નથી. છેવઢમાં આ નાટક આપણી રગભૂમિને ઉન્નત કરવા સાધનભૂત થાએ એટલી જ પ્રાથના. મ'નુલાલ રણછાડલાલ મજમુદાર