આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૬]

[ ૨૬ ] પ્રેત ગાતું હશે એવી ખબર સાંભળી, વિલાસના પત્તો પ્રેત આપો એવી આશામાં, કુંજ તે તરફ દોરી જાય છે. ચાર લેકા તેની સંભાળ માટે પાછળ નય છે. પ્રવેશ ૩ : છબી ફાડનાં થયેલી હૃદયવ્યથા ન મટવાથી ગુરુના આશ્રમમાં નિવાસ કરવાની ઇચ્છાથી ચંદ્રિકા આશ્રમ પાસે આવે છે. દષ્ટિ ખાઈ બેઠેલા ચિદ્ધન ગૂંચવાઈ ગયેલા હાઈ પેાતાને દારી લઈ જવા આશ્રમનાં કેટલાંક બાળક-બાળકીએ વગેરેને વિનતિ કરે છે. કાઈ તેને સાંભળતું નથી, ચંદ્રિકા તેની આ સ્થિતિ જોઈ સહાય આપવા તત્પર થાય છે. પાસે આવી ધ્યાનથી જોતાં ચિશ્વનને એળખી તેની સારવાર અર્થે આશ્રમમાં રહેવાના નિશ્ચય કરે છે. પ્રવેશ ૪ : વિલાસિનીની ભ્રમણામાં શુકાની આસપાસ ફરતા કુંજ ગુફામાંથી ગાન આવતું સાંભળતાં તેમાં પ્રવેશ કરી હીંચકા ઉપર વિલાસને ગાતી નિહાળે છે. તેને ભેટવા જતાં વિલાસ પેાતે ભૂત છે એમ જાહેર કરે છે. કુંજને અસહ્ય પશ્ચાત્તાપ. વિલાસ પાપ ભરેલી હશે તેા કે તેના વગર પેાતે હિ રહી શકે એમ તે પેાતાના પ્રેમ વ્યક્ત કરે છે. વિલાસ પેાતે ભૂત છે એમ હજી પણ જણાવે છે. સૂર્યોદય થતાં ભૂતને અલાપ થઈ જવુ પડતુ હાવાથી કુંજને રાત્રે ફરી આવવાના આગ્રહ કરી વિલાસ કુંજને ગુફાની બહાર મેકલી આપે છે. પ્રવેશ ૫ : કવિનુ રચેલું નાટક ભજવવા માટે શૃંગાર, વીર વગેરે રસના જાણીતા ખેલાડીએ તથા એક પારસી કવિ અને નટ, વકીલે આપેલી જાહેરાત પ્રમાણે કુંજના મકાનમાં ભેગા થાય છે. પોતપેાતાની શક્તિ અને આવડતનું પ્રદર્શન કરે છે. નાટકમાં રહે વાને બહાને આવેલા એક ગામડયા ચારના ભાવ ભજવી વકીલ, ડૉકટર તથા કવિનાં કુંજની સહીવાળાં કાગળિયાં કવિએ કરેલા સંકેત પ્રમાણે ફાડી નાખે છે. નિરાશ થઈ વકીલ અને ડૅાકટર નાટકની વાત બંધ કરે છે. પ્રવેશ ૬ : શશિકલાના નામથી છૂપી રહેલી ચંદ્રિકાને સાથે