આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૭]

[ ૨૭ ] લઈ સુધરતી જતી આંખેાવાળા ચિદ્ધન કરવા નીકળે છે. શશિકલાના તાકાનની પાછળ પોતાને માટે તેના પ્રેમ રહેલા હશે એમ ભય પામી ચિદ્ધન તેને એ લાગણી ન વિકસાવવા સમજાવે છે. ત્યાં અચાનક ચંદ્રિકાને ખાળવા નીકળેલા ગુરુ ચૌદ્રિકાન' નામ ઉચ્ચારે છે, એટલે ચિદ્ઘન ચંદ્રિકાને એાળખે છે. પ્રવેશ ૭ : સૂર્યાસ્તની રાહ જોતાં જને ગામડિયા ફળ ખવરાવવા આગ્રહ કરે છે. તે ન ખાતાં જ તરગે ચડી જાય છે. કવિ કુંજને ખાળવા આવે છે. તેને એક ઊયા ટેકરાને શિખરે સૂર્યને વહેલા આથમવાની વિનંતિ કરવા દોડી જતા તે જુએ છે. ગુરુ, ચિદ્ધન અને ચલૈંદ્રિકા પણ કુંજ અને વિલાસિનીની શોધ કરતાં, અહી ભાળ મળરો એમ ધારી, આ સ્થળે ભેગાં થાય છે. ગુઢ્ઢામાંથી વિલાસ જેવા સ્વરૂપની ઝાંખી થતાં પશ્ચાત્તાપના આતશથી ખળતે ચિદ્ધન અંદર ક્ષમા યાચવા માટે દોડી જાય છે. રાતા ચિદ્ધનનું રુદન સહન ન થતાં વિલાસ તેને લઈ સમજાવતી બહાર આવે છે. સને ભેગાં થયેલાં જોઈ વિલાસ આશ્ચય પામે છે. દિવસ છનાં વિલાસને પ્રકાશમાં સની સમક્ષ ઊભેલી નિહાળી શિખર ઉપર બેઠેલા કુંજની ખાતરી હૈાય છે કે વિલાસ ભૂત નથી. પ્રેમના આવે શમાં તે વિલાસને સંબંધે છે. પાતાની પાછળ ઘેલછાથી ભટકનાર પ્રેમીને ભેટવા વિલાસ હાથ લંબાવે છે. કુંજ શિખર ઉપરથી કૂદી પડી વિલાસના હાથમાં જઈ પડે છે. સ્નેહમાં રહેલા આત્મત્યાગના વિચાર કરતાં સઘળાં સ્તબ્ધ બને છે.