આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨:શંકિત હ્રદય
 

૨૨ : શકિત હૃદય વીજળી : ( હસતાં હસતાં) ના , ખટમધુરી ચાલશે ! ચિદ્ધન : ( સ્વગત ) આ ડોક્ટર શું કરે છે? મજૂરાના દેહને આરામ મળે એ અર્થે ભારે પગાર આપી, વિલાસિનીને ખાસ ભલામણુ કરી, મેં જ તેને નીમ્યા છે. પૈસાના શું આ ઉપયોગ થાય છે ? | એક નાની છે।કરી રડતી રડતી આવી ડોકટરને પગે પડે છે. ] છોકરી : બાપજી ! મારી માંથી બાલાતું નથી, અને હું. ઘરમાં એકલી જ છું. જરા ઘેર આવીને દવા આપી ન ા ? ડોકટર: ( તુચ્છકારથી) આ છોકરી શું સમજતી હરો ? તને ખબર છે કે ઘેર જવાના પૈસા પડે છે? સારી ફી દસ રૂપિયાની છે તે લાવી છે? છે।કરી : બાપજી ! હું દસ રૂપિયા કયાંથી લાવું ? ડોકટર : ા ત્યારે, અત્યારે મને ફુરસદ નથી. ચિદ્ઘન : છોકરી ! ક્રમ ડોક્ટર ! [છોકરી રડી રડતા જાય છે. ચિદ્ધન પ્રગટ થાય છે. ] ચાલ મારી સાથે. હું ડોક્ટરને તારે ઘેર મોકલુ', ડોકટર : ( સ્વગત ) આ બલા કયાંથી આવી ? ( પ્રકાશ ) જી જી, પધારે। ! આપણા મજૂરાની તંદુરસ્તી તપાસુ છુ સ્થિતિ સારી છે, મારા આવ્યા પછી— ચિદ્ધન : આપે આ છોકરીને ઘેર જવાની ના કેમ પાડી? ઘર અહીં જ છે; અને ખાનગી રીતે ફી ન લેવી એવી આપણી શરત છે. ડોક્ટર : હા, સાહેબ ! તે હું બરાબર પાળું છું. આ તે। અહીંના દદ આને એક વખત તપાસી લઈને, પછી એને ઘેર નઉ તા અનુકૂળ પડે, એટલા માટે મે એને પાછી મેકલી.