આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજી આવૃત્તિની પ્રરતાવના ટ્રેંક મુદતમાં આ નાટકની બીજી આવૃત્તિ બહાર પાડવી પડશે એમ જરા પણ ખ્યાલ નહેાતા. વડાદરા કલાસમાજના સભ્યાએ આ નાટકને વડાદરા, અમદાવાદ તેમ જ મુંબઈમાં વખતાવખત ભજવ્યાથી આ પરિણામ આવ્યું છે. નાટક જે રીતે ભજવાય છે તે રીતે અત્યાર સુધી આદર પામ્યું છે. ભજવાતા નાટકની પ્રશંસાના મેાટા ફાળા ભજવનાર સભ્યાન જ નામે લખાવા જોઈએ એમ હું માનુ છું. સુંદર અભિનય અને સૌષ્ઠવભયુ " સંગીત ધણા દોષ ઢાંકી શકે છે. પુસ્તક તરીકે જુદા જુદા અભિપ્રાયા મળ્યા છે. કાઈને આ નાટક ગમ્યું; કાઈને કેટલાક પ્રવેશા ગમ્યા; કાઈને તેમાંની કવિતા ગમી; કાઈને હાસ્યરસ સારા લાગ્યા; અને કાઈને હલકા પ્રકારના નાટ્યસાહિત્યના આમાં ભાસ થયા. મતસ્વાતંત્ર્યના આ યુગમાં મતભેદને માત્ર ઉલ્લેખ કર્યા સિવાય ખીજું કાંઈ પણ લેખક ભાગ્યે જ કહી શકે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે નાટકના દેાષ હુ" સ્વીકારી લઉ” છું. અને છતાં નાટકની રચનામાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર હું તે ફરી પ્રસિદ્ધ કરું છું. જે જીવનનું પ્રતિ બિંબ આ નાટકમાં પડયું છે. તેમાં નવીન યુગની હજી સ્થિર ન થયેલી માનસિક સ્થિતિ ચીતરાઈ છે. તેને સ્વીકારતાં, તેને સહાનુ- ભૂતિથી સમજતાં વાર લાગે એ સહજ છે. એથી જ વિરુદ્ધ અભિ- પ્રાયથી મને ક્ષેાભ થતા નથી.