આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:શંકિત હ્રદય
 

૪૮ : શક્તિ હૃદય કરવાનું પણ લેનાર મહાત્મા ભૂલી ગયા હતા કે મિત્રની પત્નીની એક મીઠી નજરનું ફળ મેળવવા તે ભગીરથ પ્રયત્ન આદરતા હતા. જગદુદ્દારનું એ ફળ હતું. તેની મીઠી નજર મળી ? નહિ. તે જ આખી એકાંતમાં મળી, અને જગતના ઉદ્દાર સદા ય મુલતવી રહ્યો ! હું મહાત્મા પડયો, પટકાયો, અને ચાર જિંદગીઓને ધૂળમાં મેળવી દીધી ! એક શખ્સનુ ખૂન કરતાં ફ્રાંસી મળે છે : મે' ચાર ખૂન કર્યાં; મને કાઈ કેમ હુ ફાંસીએ ચડાવતું નથી ? મારી જવાબદારી... હા, હા ! એ આંખ ! તું બંધ થઈ સુખી થઈ ગઈ ! પણ સાથે ધીકતા તવા ઉપર તરફડતુ આ હૃદય કેમ બંધ કરતી ન ગઈ ? ગુરુ : ( સ્વગત ) ‘મારી જવાબદારી !' અરે એ ફ્રાની જવાબદારી ? તારી કે મારી ? એ...એ ! પેલું ભૂત પણે ઊતરે છે! આકાશથી એક સ્ત્રી ઊતરતી [ ધીમા પ્રકાશમાં ગુરુને જણાય છે. ] તું હજી મારી પાછળ ભટકે છે ? મૃત્યુ પછી જિંદગીના અત કેમ નહિં આવતા ડુાય ? છેડ, મારા પીછા છેાડ 1... હાં !... પેલુ કાણુ બીજુ અંધકારમાંથી ફૂટી નીકળ્યુ ? [આછા પ્રકાશમાં જમીનમાંથી એક પુરુષ પ્રગટી નીકળે છે. નહિ, નહિ ! હુ' તને એળખવા નથી માગતા ! ભૂતકાળ | આભ'કર ભૂત ! તું વિસરાઈ જા ! તારા ઉપર ભગવા રંગના પડદા પાડયો; વિરાગીના વેષ ધરી તારા સબંધ તાડયો; તા યે તું એ પડદે ચીરી મને જકડી રાખવા માગે છે? નહિ, મને કાઈ ન કહેા એ કેણુ છે તે ! [ ભયાનક અવાજ થાય છે. ]