આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાંચમા પ્રવેશ સ્થળ : ચંદ્રિકાનું દીવાનખાનું, સમય : ત્રીજો પ્રહર. પાત્ર : ચંદ્રિકા, કવિ, સખી, ડોક્ટર. ચંદ્રિકા : કવિરાજ ! હવે તમારું કામ નથી. મારું ચિત્ત અસ્થિર છે. મહેરબાની કરા. કવિતા પછી સભળાવજો. કવિ : પણ બહેન ! આ તા આજની સભામાં ગાવાનું ગીત છે. એમાં પુરુષોની નિંદા અને સ્ત્રીઓની સ્તુતિ કરી છે. સાંભળેા : જય જય શ્રીસામ્રાજ્ય ! પુરુષનુ' તેમાં શું છે કાજ ?–અહાહા ! જય જય ત્રિયારાજ ! ધ્વજ પર ફરકે સખી કારા વિજય-ર ગ–અકિત | પાવન પગલે નરને ચાંપી, ધપતી શક્તિ અમિત ! ડૂબે હવે નર—નાવિકનાં ઝાઝી અહા હૈ!! જય જય ત્રિયારાજ ! ચંદ્રિકા : આ શું ગાંડુ ગાંડુ બકા છો? આ કવિતા સભામાં ગાવાની છે ? આજે સભામાં જાહેર કરા કે હું આવી શકીશ નહિં.