આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦:શંકિત હ્રદય
 

૭૦ : શકિત હૃદય કુંજ : ચિદ્ધા અને વિલાસ પેલા હીંચકા અને બાગ ! અરે કાણુ છે. અહીં ? હીંચકાને બાળી દો અને બગીચાને ઉડી દા જગતમાં પ્રેમ નથી; પશુતા છે! એ ફિલસૂફે। અને કવિઓ । જગતને ભુલભુલામણીમાં ભટકાવનારાએ જાદુગરા ! રડતા પ્રેમીઓ આગળ જાહેર કરેા કે પ્રેમ તા માત્ર તમારી કલ્પનામાં વસે છે! એ ભૂતના ભડકાનું અસ્તિત્વ જ નથી, અને જે છે તે માત્ર પશુતા જ છે! [વિલાસ અંદરથી ગાય છે. કાજળકાળી રાતલડીમાં અંધકાર ઊભરાય! કુંજ : શું કમાય છે! સૌંદ સદા મધુર છે !...( સહજ હસતાં) વાસનાથી પીગળતા એ હૃદય! સ્કૂલ સૌંદ નુ ખે ચાણુ હજી અટકયું નથી, ખરું? કાનું સૌંદર્ય ? અને કાને માટે ? મૂર્ખ પ્રેમી । `ક્રૅમ ભ્રમણામાં ભૂલે છે? તને જે ખેચે છે તે તારું છે ? પેલે। અભાગી ચંદ્ર પૃથ્વીની આસપાસ હસતા અને રડતા ફાંફાં માર્યા કરે છે! પરંતુ તે બેવકૂફ ભૂલી જાય છે કે એ પૃથ્વી તે પેલા બળતા અને બાળતા સૂર્યની પ્રદક્ષિણા કરે છે ...કયાં છે પ્રેમ ? કાણે જોયા ? કાણે અનુભવ્યા ? મને કોઈ પ્રેમની મૂર્તિ બતાવા એટલે તે મૂર્તિ ના હું ચૂરા કરી જગતને કઠાર સત્ય જોવા તૈયાર કરું! ૧ સારગ [બાલસ્વરૂપની એક પ્રેમમૂર્તિ પ્રગટ થાય છે. ઘડીભર સુંદર વાંસળી વગાડે છે અને અદૃશ્ય થાય છે. [વિલાસ ગાતી ગાતી આવે છે. ] વિલાસ : હું તે ઝબકીને જાગી આજ ! મુરલી કાંથી વાગી ?