આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
પ્યારની વૃદ્ધિ

તૈયાર થઈ, તે નિયમ વગરની ચાલથી એકેક સાથે અથડાઈ પડી. કેટલાક પોતપોતાના ભાલા નીચે કચડાઈ મુઆ, અને એવામાં ભૂલમાં શહેરમાં પડેલા લશ્કરને કેંદ્રમાં ભેગું કરવા માટે શિવાજીએ બે હવાઈ આકાશમાં ફેંકાવી; તેથી ઘોડાઓ ચમક્યા ને તે પાસેની ખાઈમાં એકેકના ઉ૫ર ૫ડી ગયા, અંધારામાં કોઈ કોઈના અવાજને ઓળખે નહિ; એક બીજા બૂમો પાડ્યા કરે, ખાઈના કાદવમાં કેટલાક તો ઠરી ગયા. આવી અવસ્થામાં મરાઠાઓ મુડદાલ જેવા થયેલા, મોતના મોંમાં જવા તૈયાર થતા હોય તેમ થોડા ઘણા ગભરાટમાં ઉભા થયા હતા.

આવી અવસ્થા દૂરની મશાલોની વચ્ચે દૂર્બીનમાંથી જોઈ, મોતીને ઘણી હિંમત આવી. તે એકદમ નવરોઝને ચેતાવી આગળ કૂદી પડવા તત્પર થઈ ! તેની પછાડી બસો આરબ સ્વાર તૈયાર હતા, પણ નવરોઝે અટકાવી તેમને સબૂરી પકડાવી. આકાશ કાળું ઘોર હતું, મરાઠા સ્વારામાંના એક બાજુએ બેઠેલા કેટલાક તો હજી વાતોના તડાકા મારતા હતા, હુક્કા ગગડાવતા હતા ને એમ નચિંત જીવે પોતાને ધંધો ચલાવ્યા જતા અને પતરાજી મારતા હતા. આવાઓ પણ હવે તો તૈયાર થવા લાગ્યા. એક જાસૂસ સઘળા લશ્કરમાં ફરી વળ્યો. અહીંથી ત્યાં ને ત્યાંથી બીજી ગમ દોડ કીધી; સૌને ઉશ્કેર્યા, ભાલાની અણી ઘોંચી સૂતેલાને ઉઠાડ્યા, ઉઠેલાને ચાલતા કીધા, ચાલતા હતા તેમને અગાડી કાઢયા, તથાપિ મરાઠાઓ ઘણા અવ્યવસ્થ હતા. કોઈ કેમ ચાલે તો કોઈ કેમ ચાલતું હતું. સામાં ભયંકર વાદળાં તપી રહેલાં જોયા છતાં પણ એક નિયમ નક્કી કીધા વગર જ્યાં ત્યાં ચાલ્યા. આ દેખાવ યુરોપિયન લશ્કરી સરદારની આંખમાં ઘણો ભય ભરેલો દેખાયા વગર રહે નહિ. યુરોપિયન સોલજરોએ જે મોટો જય મેળવ્યો છે, તેનાં કારણોમાં આ પણ મોટું એક કારણ છે કે તેમનું કવાયદી કે બીનકવાયદી લશ્કર, ગમે ત્યારે પણ નિયમિત ચાલ્યા વગર રહેતું નહિ.

પણ આ નીવેડો કેટલેક પ્રકારે હિંદી લશ્કર માટે ખોટો છે. જેને