આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇતિહાસ

વડે હલકા પણ શક્તિવાળા લોકનું એક સૈન્ય સ્થાપ્યું. દહાડાપર દહાડો ચઢતો ગયો, તેમ શિવાજીની ચઢતી થતી ગઈ. તેણે પોતાના સૈન્યને આગળ વધારી નાનાં નાનાં રાજ્યોપર હલ્લા કરવા જારી કીધા. અને તેવે તેવે સ્થળે પોતાનો જાપતો બેસાડી, ખંડણી કે ઘાસદાણાને પેટે વાર્ષિક કંઈ લવાજમ લેવા માંડ્યું. આ રીતે શિવાજીની શક્તિ વધેલી જોઈને ઉત્તરમાં આલમગીર પહેલાને ઘણી ચટપટી લાગી; અને આ બંડખોર લૂટારાને જેર કરવા માટે તેણે કમર કસી. વિજાપુરના રાજાએ કંઈ પણ દરકાર ન કરી અને શિવાજીને બલવત્તર થવા દીધો, એટલે ઔરંગજેબનું સરળતાથી કંઈ ઝાઝું વળ્યું નહિ. તે તેને જેમ જેમ સપડાવતો ગયો, તેમ તેમ તે વધારે દૃઢ થતો ગયો. અંતે થાકીને ઔરંગજેબ અને વિજાપુરની સરકારે તેને સ્વતંત્ર થવા દીધો. આવી રીતે પોતાનો જય મેળવતાં તે અગાડી વધ્યો; તોપણ પોતાની લૂટફાટની રીતિ છોડી દીધી નહિ, અને તેથી હજી પણ અંગ્રેજી ઇતિહાસ કર્તા તેને પિંડારા સિવાય બીજી ઉપમા આપતા નથી. તેનાથી પ્રજા ઘણી પીડાવા લાગી. તેથી ઔરંગજેબે તેની સામા પોતાનું સૈન્ય મોકલ્યું. સાષ્ટિખાન, ઔરંગજેબનો મામો હતો તેને, પોતાના દીકરા મોયાઝીમના હાથ નીચે કેટલુંક સૈન્ય આપી, શિવાજીને જેર કરવા મોકલ્યો; અને જ્યારે તેનાથી કંઈ પણ વળ્યું નહિ, ત્યારે જેપુરના જશવંતસિંહને લશ્કરમાં બીજા જનરલની પદવી આપી તેને સહાય કરવા મોકલ્યો. સાષ્ટિખાન ઘણો તોછડો, ઉદ્ધત, મૂર્ખ, બડાઇખોર હોવાથી જશવંતસિંહ સાથે બન્યું નહિ. શિવાજીના પેદલનો* [૧] ઉપરી મોરોપંત હતો ને હેદલસેન † [૨]નાથજી પલકરના ઉપરીપણા નીચે હતું. તેણે જોયું કે મોગલો સામા જોઈયે તેવી સારી રીતે લડી શકાવાનું નથી, તેથી તા. ૧૨ મી એપ્રિલ ૧૬૬૩ ને દિને થોડું પેદલસેન પોતાના સૈન્યાધિપતિપણા નીચે રાખી, તાનાજી મુલસરે ને હાસાજી કંકને લઈ, જ્યાં સાષ્ટિખાન


  1. * પેદલ-પાયદલ-પગે ચાલનારું લશ્કર.
  2. † હેદલ-હયદલ-ઘોડેસ્વાર લશ્કર.