આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
ઝપાઝપી


તીર વાગવાથી પાછી હઠી ગઈ હતી. રમા સામા માલુસરે આવતાંની સાથે આ મરેઠણે તેના ટોપને ઉંચકી ભાલા૫ર મૂકીને બૂમ મારી, “હવે જોઈએ છે વિશેષ? તારી આબરુનું ખંડન બરાબર કીધું છે. હવે મારું વેર વાળી તારા શિરને રઝળાવીશ.” બોલતાં જ તરવારથી ઘા કરવા જાય છે તેટલામાં હરિપ્રસાદ વાહરે આવ્યો ને રંગ રાખ્યો; અને તાનાજીએ બૂમ મારી કે "રક્ષણ રક્ષણ કરો." હવે હરિપ્રસાદે કહ્યું, “બેધડક રહેજે, તારા શત્રુને એમ જવા દઈશ નહિ.” હવે લડાઈ પૂર જોશમાં ચાલવા લાગી.