આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
શિવાજીની સુરતની લૂટ


વાઘની પેઠે છલંગ મારતું શહેરી લશ્કર તેની પૂંઠે પડ્યું, ને પાંચ મૈલ પછાડી દોડ કરતામાં બહુ માણસોને કાપી નાંખ્યા. દોડતું લશ્કર પોતાની પૂંઠે છે એમ ધારીને મરેઠી સેનાના માણસો જે નવસેામાંના માત્ર ચારસો રહ્યા હતા, તેઓ જેમ તેમ કરતા શિવાજી સાથે જઈ શક્યા. આ વખતે લશ્કરે જે બહાદુરી બતાવી હતી, તે સુરતના ઇતિહાસને હમેશાં શોભા આપે તેવી છે. શિવાજીને આ વેળાનો પરાજય એટલો તો સાલ્યો કે, તેના મનમાંથી તેનો કીનો કેટલાક દિવસ સૂધી ગયો નહિ, જ્યારે શિવાજી ઘણો દૂર નીકળી ગયો, ને હવે પૂંઠ પકડવી વ્યર્થ છે એમ સુરતના લશ્કરને લાગ્યું ત્યારે તેઓ પાછા વળ્યા. જય ! સુરતનો જય !!