આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫


પ્રકરણ ૨૫ મુ
બાદશાહી દરબાર

પાછું ફરેલું લશ્કર, નવાબના બાકી રહેલા લશ્કર સાથ ભેળું થયું, નવાબે પોતાની તરવાર હવે ફેંકી દીધી, અને બાજુએ જઈ પોતાની પ્રિયાને બગલગીરી કીધી, અને છાતી સરસી ચાંપી ચુંબન કરી પોતાના પ્રેમનો ઉભરો ખાલી કીધો, પણ આ વેળાએ મોતીના હાવભાવ ઘણા વિચિત્ર જણાતા હતા, અને તેનું લોહી ઉકળી આવ્યું હતું.

“પ્રિયનાથ, હવે કેમ છે ?” મોતી બોલી.

“એક બનાવ બહુ અનર્થકારક બન્યો છે, દિલજાન !” નવાબે જવાબ દીધો.

“પ્રિયનાથ, કમનસીબ, એ કંઈ આવા પ્રસંગમાં નવું નથી, પણ કેવા પ્રકારનો તે અનર્થ છે ?”

“તારી પ્રિય સખી મણી આ રણમાં પડી, એ એક મોટો જબરો કમનસીબ બનાવ બન્યો છે. હરિલાલ પોતાની દિલજાન મહેબુબાના આ સમાચાર જાણતાં મોતના કાંઠા પર આવ્યો છે. દરબારી વૈદોને તેની માવજત માટે મોકલ્યા છે.”

એકદમ મોતી મોટેથી બૂમ પાડી ઉઠી અને તે મૂર્છાગત થઇ પડી.

“બસ, તું ગભરા ના, જે બનનાર હતું તે બન્યું અને તે નહિ બન્યું થનાર નથી. પ્રાણવલ્લભા, જે ઉપકાર તારી પ્રિય સખીએ આ રાજ્ય પર કીધો છે, તે ઉપકાર જેવો તેવો નથી. તેનો બદલો વળાય તેમ પણ નથી, પણ હવે ઉપાય નથી. હવે તું એક વાત સાંભળ, અને તે પ્રમાણે વર્તે તો બહુ રૂડું થાય. હરિલાલ શેઠને આ વેળાએ જે દુઃખ લાગતું હશે તે જેવું તેવું નથી, માટે તું તેની પાસે જા અને દિલાસો દે. તેની પ્યારીના મરણનું દુ:ખ, જેવું મને મારી પ્યારીના મરણ માટે લાગે તેથી કંઈ પણ એાછું, આવી સદ્દગુણી સ્ત્રી માટે લાગે નહિ. તારે કોઈ