આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧8
પરિશિષ્ટ

ચોથે દિવસે નવાબ ગયાસુદ્દીન કિલ્લામાંથી બહાર પડ્યો અને તેણે શિવાજીને ભગાડ્યો એવી હકીકત છે, તે દંતકથાને આધારે છે, અને વાર્તા રસીક Romantic કરવા માટે લેખકે ફેરફાર કરવાની છુટ લીધી જણાય છે.)

X X X X
(૨)

ગુજરાત કોલેજના પ્રોફેસર એમ. એસ. કોમીસારિયેટે, તા. ૨૪ મી સપ્ટેંબર ૧૯૨૮ ના દિવસે મુંબઈની યુનિવરસિટિના હોલમાં, 'શિવાજીની પહેલી- વારની સુરતની લૂટ' વિષે, અંગ્રેજી કોઠીના હાલમાં છપાયલાં દફતરોના આધારે કેટલોક જાણવા જોગ ઇતિહાસ વાંચી સંભળાવ્યો હતો, તેમાંથી ઉપયોગી ભાગ અત્રે આપેલો છે.

પ્રો. કોમીસારિયેટે આરંભમાં ખુલાસો કર્યો કે સુરતની શિવાજીની લૂટ વિષે ફારસી કે મરાઠી ઇતિહાસ જોઈએ તેવો મળતો નથી. તેમણે તે દિવસના ભાષણનો આધાર, અંગ્રેજ કોઠીના અમલદારોએ, વિલાયત ઈસ્ટ ઈન્ડીયા કંપનીને જે અહેવાલો પત્રો મારફતે લખી મોકલ્યા છે તે ઉપર રાખેલો છે. આ પત્રો ઇંગ્લાંડમાં ઇન્ડીઆ આફીસમાં સચવાયલાં છે અને તેમણે બીજો આધાર ફ્રેન્ચ મુસાફર થેવેનોના પ્રવાસ વર્ણનના પુસ્તક ઉપર રાખેલો છે. તે પુસ્તકોને આધારે જણાય છે કે જ્યારે શિવાજીએ છાનોમાનો હલ્લો સુરત ઉપર છાપો માર્યો ત્યારે તેનો નવાબ, કેટલાક ખાસ અમલદારો અને શહેરીઓ સાથે કિલ્લામાં ભરાઈ ગયો હતો. શિવાજીએ ગુજરાતના અમદાવાદના મોગલ સુબાને છેતરવા માટે પ્રથમ વસાઈમાં પડાવ નાંખ્યો હતો, અને ત્યાંથી એકદમ કુચ કરી સુરત તા. ૬ ઠ્ઠી જાનેવારી ૧૬૬૪ માં જઈ પુગી ઘેરો ઘાલ્યો હતો. શહેરના લોકો પોતાનો પ્રાણ અને ધન બચાવવા માટે જેમ ફાવ્યું તેમ આસપાસના ગામડાઓમાં નાસી ભરાઈ પેઠા.

સુરતની અંગ્રેજી કોઠીના ગવર્નર અથવા પ્રમુખ તરીકે સર જ્યાર્જ ઓકસન્ડન હતો. તે અને તેની કાઉન્સીલે, સાચા અંગ્રેજ બચ્ચાની માફક પ્રાણાન્તે પોતાના જીવનો અને જીવનગાળાનો બચાવ કરવો, એવો ઠરાવ કર્યો અને એજ તેએા માટે શેાભિતું છે. સુવાળીના બંદરપર નાંગરેલા વહાણોમાંથી તેઓએ તોપો મંગાવી અને કોઠીના મકાનનો બચાવ કરવા માટે તમામ તજવિજ કરી દીધી. દોઢસો યુરોપીયનો અને સાઠ દેશી નેાકરોને લઈને ઓકસન્ડને શહેરની આસપાસ એકવાર કુચકદમ