આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
શિવાજીની સૂરતની લૂટ

જો કે એ સઘળે સ્થળે રામદાસ સ્વામીના શિષ્યનો જય થયો છે, તથાપિ જે ઇચ્છા હતી, તે સંપૂર્ણ થઈ નથી. અમારે પૈસાની ઘણી જરૂર છે અને આપણા દેશમાંથી જે પુષ્કળ દોલત મેાગલ ને મુસલ્લાઓ લઈ જાય છે; આપણા દેશની વ્યવસ્થા તેઓ કરે છે; આપણી સ્થિતિ અતિશય દુર્બળ રાખે છે - ત્યારે અમે વિચાર કીધો કે અમારી શી અવદશા થશે ? નથી ખબર કે ક્યાં જઈશું ને શું કરીશું ? અમને અતિશય ભય છે કે આપણો મુલક તદ્દન ખેદાન મેદાન થઈ જશે. પણ તેટલો વિચાર મહારાજા શિવાજી કરતા હતા, તેવામાં એમના જાણવામાં આવ્યું કે એ વિલાતી લોક અંગ્રેજ, વલંદા, ફિરંગી લોક પાસ બહુ પૈસો છે, અને આ સુરત નગરના જેટલું બીજું કોઈ પણ પૈસામાં બળવાન નથી. આ વાત ખરી છે કે ખોટી અને જો અમે આ સ્થળમાં આવીએ તો કેટલો પૈસો મેળવી શકીએ કે નહિ મળે, તેની તપાસ કરવા મને મોકલ્યો છે. જ્યાં જ્યાં હું દૂત કાર્ય માટે ગયો છું, ત્યાં ત્યાં સઘળે સ્થળેથી મને સારી વાકેફગારી મળી છે. મેં મારા દૂતપણાથી ૧૪ નગરોમાં ત્રાહે ત્રાહે બોલાવી છે; અને તેથી મારાપર શિવાજી મહારાજનો ચાહ ઘણો વધ્યો છે. આ શહેરમાં ઉતરી પડવાનો અમારો વિચાર નક્કી છે; પરંતુ કયી જગેપરથી વિશેષ લાભ મળશે તે તમે બતાવી શકો તો મહારાજા શિવાજીથી તમારું સારું સન્માન કરાવી, ઉંચી પદવીએ ચઢાવીશ. મારું નામ બહિરજી નાયક છે; અને તમારી તરફથી હવે મને કંઈ પણ આશ્રય મળશે એવી આશાએ આ મારી ગુપ્ત વાત જાહેર કીધી છે, તેમાં જે જોખમ મેં વેઠ્યો છે તેને ખ્યાલ, મહારાજ, તમારે મનમાં કરવો.”

બાવાજીના મોં પરની સુરખી આ સાંભળતાં ફરી ગઈ; અને એક મેાટો આનંદનો શ્વાસ ખેંચ્યો. પોતે મનમાં બોલ્યો;-“અબ ખૂનકે બદલેમેં ખૂન લેનેકા સમય આયા હૈ, અયે બજરંગ ! હમ હમેરા બૈર લેઈંગે, તેરી સહાયતા હમકું ચઇતી. કીધર હે જીગરકા બૈર ?” પછી મોટે અવાજે કહ્યું, “અબે બચ્ચા બહિર, તુને તો ગઝબ કરનેકા ઇરાદા