આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
મણિગવરીનો યત્ન


“આ રહી;” મોતીએ જવાબ દીધો ને પોતે બાજુએ ખસી ગઈ કે નવાબ શરમાઈ ગયો તેથી કોચ પાસેથી પાછો હઠ્યો.

“સુંદરી, મારી ભૂલ થઈ છે ! નવાબ નમ્ર અવાજે બોલ્યો, “જો મને માલમ હત કે તમે અગત્યના કાર્ય માટે ને સખીભાવ બતાવવા માટે અત્રે બેઠાં છો તો હું આવવાની હીંમત કરત નહિ.”

“પ્રિય, તમે પધાર્યા તો શી અડચણ છે ? તમારી હાજરી અહીંઆ જરૂરની છે. તમે ભલે પધાર્યા !” મોતીએ આવકારયુક્ત વચનથી ઉમેરણ કીધી, કે જે હમણાં સુધી લગાર ગભરાટમાં હતી. “જે કામ અગત્યનું છે તે અમારાથી બનશે નહિ, અમે તો નાજુક કળીઓ છિયે;” ઘણા મીઠા અવાજ ને મેાહક દૃષ્ટિથી જોઈને તે બોલી.

“ત્યારે તો બેસ, મોતી,” પોતાનો હાથ મોતીના હાથમાં આપી ધીમેસથી કેાઈન દેખે તેમ ચાંપીને બોલ્યોઃ “મણિની આગતાસ્વાગતા કર ને પછી આવજે.” આમ બોલીને જેવા જોસ્સામાં નવાબ આવ્યો હતો, તેવા જોસ્સામાં તે પાછો ચાલ્યો ગયો; ને જ્યાં સુધી બારણાં બંધ થવાનો અવાજ ન સંભળાયો ત્યાં સુધી મણિ તેને જોવાની હીંમત કરી શકી નહિ.

“ખરી તક આપણે ગુમાવી;” બેગમ બોલી; “અને ગભરાટમાં જે કંઈ કરવાનું હતું તે ભૂલી ગઈ. મારી એ મોટી ભૂલ થઈ. જે એઓ અત્રે બિરાજ્યા હોત તો છૂટથી સઘળી વાત કરી શકાત; અને મને ખાત્રી છે, કે આપણા બંનેના કહેવાથી એમના દીલમાં સારી અસર કરી શકાત - તો પણ, હજી જો આપણે હમણાં જ જઈશું તો એઓ બેઠા જ હશે, અને એકાદ ગાયન ગાઈને ખુશ કરી સઘળો ઈતિહાસ અથેતિ કહી સંભળાવીશ; ને એમમરજીથી તને બોલાવીશ, મણિ, થોડો સમય તું અહીંઅાં બેસશે ?"

“ઘણી ખુશીથી,” મણિએ પોતાના મનમાંની દહેશત કહાડી નાંખી, મીઠા મનમોહક અવાજે કહ્યું, - અગરજો એકલા બેસવાની