આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
શિવાજીની સુરતની લૂટ

ધર્મ છે, એ ધર્મ બે વિજાતીય સ્ત્રીઓ સાથે સાથે બજાવવા જાય છે. બંને તરુણીઓએ માથાપર ફેંટા બાંધ્યા હતા, બચાવ માટે છૂટી તરવાર હતી. જો કે મણીને, તે કેમ પકડવી તે માલુમ નહતું, તે છતાં તેનો હાથ તરવારપર જ હતો. શહેરની અવસ્થા જોતાં જ્યારે બંને તાનાજી મુલેસરની છાવણીમાં પહોંચ્યાં, ત્યારે ત્યાં એક ખાનગી મંડળી ભરાયેલી જોઈ, નિડરતાથી બંને બાજુએ પહેરો ભરવા લાગ્યાં ને મંડળીના આગેવાનોએ પહેરેગીરો હશે, એમ ધારી પોતાની વાત ચલાવી.

“તાનોજી! બાર તો વાગી ગયા. હવે થોડા સમયમાં આપણે પાછા મેદાનમાં નીકળવું પડશે, આરબ ને મકરાણીઓ નવાબના મહેલપર ચોકી કરે છે; નવાબ માલમત્તા લઈને કિલ્લામાં ભરાઈ ગયો છે, તેથી તે અમૂલ્ય ખજાનો હાથ આવવા દોહેલો છે - જો કે તે વિકટ નથી;” બહિરજીએ વિચાર બતાવ્યો.

“વિલાયતીઓની કોઠી ને નવાબનો મહેલ લૂટાય નહિ, ત્યાં સૂધી કદી પણ જોઈયે તેટલો લાભ થવાનો નથી, રામસેન !” એક બીજા આગેવાને વિચાર બતાવ્યો.

“પ્રભુ ખાતર !” નાથજી જેવી આ સૂચના થઈ કે, તેને પોતાનું ધાર્યું મળ્યું હોય તેમ નાથજી એકદમ બોલી ઉઠ્યો; “આપણે એકદમ તેએાનાપર હલ્લો કરીને ચકિત કરવા ને તે માટે વિલાયતીઓને તથા મહેલના ઉપરીને જણાવો કે, અમારે લુટવાની મરજી નથી !"

બંને નવાબદૂત આ સમયે બહુ બારીકીથી આ વાત સાંભળતા હતા.

“એને માટે આપણે શું કરવું ?” તાનોજીએ પૂછ્યું.

“દૂતો પોતાનાં કાવતરાંથી આ કામ પાર પાડશે; પણ કિલ્લામાં જવાની કોની હામ છે ?” એક દૂતે જ પૂછ્યું.