પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
शिक्षापत्री

પત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. (૭)

અને શ્રીમદ્દભાગવત પુરાણ આદિક જે સતશાસ્‍ત્ર તેમણે જીવનના કલ્‍યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્‍ય પાળે છે તે મનુષ્‍ય આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)

અને તે સદાચારનું ઉલ્‍લંઘન કરીને જે મનુષ્‍ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તેતો કુબુધ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ર્ચે મોટો કષ્‍ટને જ પામે છે. (૯)