પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
शिक्षापत्री


અને સ્‍ત્રી, ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્‍યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન જ કરવી (૧૩)

અને આત્‍મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્‍ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્‍મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્‍યાદી કોઇ રીતે આત્‍મઘાત ન કરવો. (૧૪)

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્‍કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની