પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
शिक्षापत्री

પર મિથ્‍યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી (૨૦)

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ ન ખાવું (૨૨)

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્‍કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)