પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
૧૧
शिक्षापत्री

ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)

અને ચોર, પાપી, વ્‍યસની, પાંખડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (૨૭)

અને જે મનુષ્‍ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્‍યનો સમાગમ ન કરવો (૨૮)

અને જે શાસ્‍ત્રને વિષે શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુકિતએ કરીને