પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
૧૨
शिक्षापत्री

કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્‍ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)

અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)

અને લોક અને શાસ્‍ત્ર તેમણે મળ મૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી