પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
૧૩
शिक्षापत्री

તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચા એ આદિક જે સ્‍થાનક તેમને વિષે કયારેય પણ મળ મૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)

અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્‍થાનક ધણીયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પુછયા વિના ઉતારો ન કરવો (૩૩)

અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્‍ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)