પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
૧૬
शिक्षापत्री

અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દીક્ષાને પામ્‍યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હ્રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (૪૧)

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)

અને તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા