પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
૧૭
शिक्षापत्री

ધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભકત એવા સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્‍યની પેઠે ધારવાં (૪૪)

અને તે સચ્‍છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની જે બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)