પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
૧૯
शिक्षापत्री

પહેલા જ જાગવું અને શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. (૪૯)

અને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્‍ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)

અને તે પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથર્યું અને શુધ્‍ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું (પ૧)

અને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલે સહીત