પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
૨૩
शिक्षापत्री

અને એ જે આત્‍મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)

અને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃધ્‍ધપણા થકી અથવા કોઇ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું (૬૧)

અને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્યે જે સ્‍વરુપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરુપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્‍ણનું