પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
૨૫
शिक्षापत्री

જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)

અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)

અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે